ફિલ્મ જગત
News of Monday, 20th September 2021

વેબ સિરીઝમાં હું ફિટ ન થઇ શકું: રાજપાલ

અભિનેતા રાજપાલ યાદવે કોમેડીયન તરીકે ખુબ નામના મેળવી છે. તેણે પોતાના અભિનયથી એક અલગ જ છાપ ચાહકોમાં ઉભી કરે છે. આજના સમયમાં ડિજીટલ મિડીયા અને વેબસિરીઝનું ચલણ ખુબ જ વધ્યું છે. મોટા સ્ટાર પણ વેબ સિરીઝમાં કામ કરી રહ્યા છે. ત્યારે રાજપાલ યાદવે કહ્યું હતું કે તેને વેબ સિરીઝ ગમતી નથી.  તે કહે છું હું મારી જાતને વેબ સિરીઝ માટે યોગ્ય નથી માનતો. હાલ ભલે ઓટીટીનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય પરંતુ મને નથી લાગતું કે હું તેમાં ફિટ થઈ શકું. છેલ્લાં કેટલાક વર્ષોમાં જે પ્રકારની વેબ સિરીઝ આવી રહી છે તેની સાથે હું મારી જાતને જરાય જોડી શકતો નથી. મને ગાળો દેવી ગમતી નથી, પરંતુ હાલમાં વેબ સિરીઝમાં આવુ બધું ચાલી રહ્યું છે. મને ગાળો વિના પણ તાળીઓ મળી છે અને તે મારા કામને કારણે મળી છે. હું ખોટું બોલીને કમાણી કરવા નથી ઈચ્છતો. રાજપાલની બે ફિલ્મો કૂલી નંબર વન અને હંગામા-૨ ઓટીટી પર આવી હતી.

(9:59 am IST)