News of Monday, 19th February 2018
અદિતિ રાવ હૈદર જોવા મળશે મણિરત્નમની ફિલ્મમાં
મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી અદિતિ રાવ હૈદર દક્ષિણ ભારતીય ફિલ્મકાર મણિરત્નમની ફિલ્મમાં અરવિંદ અવામી સાથે જોવા મળવાની છે. અદિતિએ ગયા વર્ષે નેશનલ એવૉર્ડ વિજેતા ફિલ્મકાર મણિરત્નમ સાથે 'કાટરુ વેલિયિદાઈ' માં કામ કર્યું હતું. હવે ફરી એકવાર અદિતિ મણિરત્નમની ફિલ્મમાં કામ કરવાની છે. આ ફિલ્મનું શૂટિંગ 12 ફેબ્રુઆરીથી સાહરુ થઇ ગયું છે.
(4:35 pm IST)