ફિલ્મ જગત
News of Friday, 20th January 2023

૯૦ ના દાયકાના સ્ટાર્સ ધીમે ધીમે પડદાથી દુર થઇ ગુમનામીમા સરી પડયા

અદાકાર રંભા, દીપા સાહી, મમતા કુલકર્ણી, સુમિત સહગલ, અવિનાશ વાધવન સહિતના સિનેસૃષ્ટિથી ગાયબ

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે કે જેમણે 90ના દશકમાં ફિલ્મોમાં કામ તો મળ્યું પરંતુ તેમની ઈનિંગ લાંબો સમય ચાલી શકી નહીં. આ સ્ટાર્સની ફિલ્મને પગલે તે ચર્ચામાં આવ્યા હતા...પરંતુ પછી ધીમે-ધીમે આ સ્ટાર્સ સમયની સાથે મોટા પડદાથી દૂર થઈ ગયા અને આજે તેઓ બોલિવૂડના ગુમનામ સ્ટાર્સ તરીકે ઓળખાય છે.

રંભા

પ્રખ્યાત ફિલ્મ 'જુડવા'માં સલમાન ખાન સાથે જોવા મળેલી રંભા એક ગુમનામ અભિનેત્રી તરીકે પણ જાણીતી છે. રંભાએ હિન્દી સહિત અનેક પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રી છેલ્લે 2011માં મલયાલમ ફિલ્મમાં જોવા મળી હતી.

દીપા સાહી

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ડેબ્યૂ ફિલ્મ 'માયા મેમ સાબ'ની અભિનેત્રી દીપા સાહી પણ ફિલ્મોમાં કંઈ ખાસ પર્ફોમન્સ બતાવી શકી ન હતી અને ટૂંક સમયમાં જ મોટા પડદા પરથી ગાયબ થઈ ગઈ હતી. અભિનેત્રીની છેલ્લી ફિલ્મ વર્ષ 2015માં આવેલી 'માંઝી - ધ માઉન્ટેન મેન' હતી.

મમતા કુલકર્ણી

90ના દાયકાની સેન્સેશન મમતા કુલકર્ણીએ ત્રણેય ખાન - શાહરૂખ, સલમાન અને આમિર સાથે કામ કર્યું હતું. જોકે, ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા પછી અભિનેત્રીએ બોલિવૂડને અલવિદા કહી દીધું. આજે મમતાનું નામ ગુમનામ અભિનેત્રી તરીકે લેવામાં આવે છે.

સુમિત સહગલ

સુમિત સહગલની ગણતરી પણ ગુમનામ સ્ટાર્સમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 30 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા સુમિત ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ ન થઈ શક્યા અને મોટા પડદા પરથી ગાયબ થઈ ગયા.સુમિત હવે ડબિંગ કંપની ચલાવે છે.

અવિનાશ વાધવન

પાપી ગુડિયા, જુનૂન, બલમા, મીરા કા મોહન વગેરે ફિલ્મોમાં જોવા મળેલા સ્ટાર અવિનાશ વાધવનની ગણતરી ગુમનામ સ્ટાર તરીકે થાય છે. ઘણી ફિલ્મો કર્યા પછી પણ અવિનાશ સફળ ન થઈ શક્યા અને એક ગુમનામ અભિનેતા જ રહ્યા.

(5:39 pm IST)