ફિલ્મ જગત
News of Thursday, 19th November 2020

ડ્રાઇવર સહિત રને કોરોના પોઝીટીવ આવતા સલમાનખાન સેલ્ફ આઇસોલેટ થયાઃ કોરોના સંક્રમીત થાય તો ફિલ્મનું શુટિંગ બંધ કરવુ પડશે

નવી દિલ્હી: સુપરસ્ટાર સલમાન ખાનના ડ્રાઈવર સહિત સ્ટાફના બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સલમાન ખાન જેના કારણે સેલ્ફ આઈસોલેટ થયો છે. સલમાન ખાને હાલમાં જ ફિલ્મ રાધેનું શુટિંગ શરૂ કર્યુ છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે દિશા પટણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

સલમાન સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ થતા સેલ્ફ આઈસોલેશનમાં ગયો છે. હાલ સલમાન ખાન રાધેના શુટિંગ ઉપરાંત 'બિગ બોસ 14'ને હોસ્ટ કરે છે. જો તે કોરોના સંક્રમિત થાય તો તેણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે રોકવું પડશે. 

લોકડાઉનથી છૂટ મળ્યા બાદ અનેક બોલીવુડ સેલેબ્સે ફરીથી કામ શરૂ કર્યું છે. જો કે કોરોનાનો ડર હજુ યથાવત છે. અત્રે જણાવવાનું કે મુંબઈમાં કોરોનાના 2 લાખ 71 હજાર 500થી વધુ કેસ છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 10615 લોકોના જીવ ગયા છે. 

(4:59 pm IST)