શ્રેયાને ગુજરાતી બોલતા ન જ આવડ્યું
ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર તાજેતરમાં સ્ટ્રીમ થયેલી સિરીઝ સ્કેમ-૧૯૯૨માં હર્ષદ મહેતાનું આ સ્કેમ ખુલ્લુ પાડનાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અખબારની પત્રકાર સુચેતા દલાલનું પાત્ર અભિનેત્રી શ્રેયા ધન્વંતરીએ ભજવ્યું છે. શ્રેયા છેલ્લે ધ ફેમિલી મેન સિરીઝમાં દેખાઇ હતી. સુચેતા દલાલ અને દેબાશિષ બાસુના પુસ્તક ધ સ્કેમ પરથી સ્કેમ-૧૯૯૨ની કહાની આધારીત છે. આ સિરીઝમાં નિર્દેશક હંસલ મહેતાએ મોટે ભાગે ગુજરાતી હોય તેવા કલાકારોને વધુ તક આપી છે. સિરીઝમાં હર્ષદ મહેતા પણ ગુજરાતી છે. હંસલ મહેતા પોતે તેમજ સહનિર્દશક જય મહેતા પણ ગુજરાતી છે. એટલુ જ નહિ સિનેમેટોગ્રાફર પ્રથમ મહેતા પણ ગુજરાતી છે. શ્રેયા કહે છે મને આ ગુજરાતી લોકોએ ગુજરાતી ભાષા શીખવવા અને બોલવા ઘણો ઘણો પ્રયાસ કર્યો પણ મને આવડ્યું જ નહિ. ગુજરાતી ખાણુ ખુબ ખાધું પણ ગુજરાતી બોલી ન શકી. સિરીઝમાં એક સીનમાં સુચેતા દલાલને એસબીઆઇનો કર્મચારી સ્કેમ વિશે વાત કરે છે. આ સીન જ શ્રેયા માટે ઓડિશનનો હતો. હંસલે આપેલા સાત પાના તેણે યાદ રાખી એ પ્રમાણે રજૂઆત કરી હતી અને તેની આ પાત્ર માટે પસંદગી થઇ હતી.