ફિલ્મ જગત
News of Monday, 19th July 2021

એ વાતનું દુઃખ છે શ્વેતા તિવારીને

ટીવી પરદાની સુંદરી શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી સીધી જ ફિલ્મી પરદેથી કારકિર્દી શરૂ કરી રહી છે. પલકની ફિલ્મ રોઝી-ધ સેફરન ચેપ્ટર આવીર હી છે.  જો કે શ્વેતા એક વાતથી દુઃખી પણ છે. તેણે કહ્યું હતું કે મારી દિકરી ફિલ્મી પરદે કારકિર્દી શરૂ કરી રહી છે એ ખુબ સારી વાત છે. પરંતુ એ અલગ ઇન્ડસ્ટ્રી હોવાથી હું તેની મદદ કરી શકી નથી એ વાતનું મને દુઃખ છે. શ્વેતાએ કહ્યું કે મારી દિકરીએ કોઇની પણ મદદ વગર મહેનત અને ઓડિશનને આધારે જ ફિલ્મમાં કામ મેળવ્યું છે એ વાતનું મને ગોૈરવ છે. હું તેને માત્ર માર્ગદર્શન આપવા સિવાય બીજી કોઇ મદદ કરી શકી નથી. કારણ કે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની રીત એકદમ અલગ છે. શ્વેતાને તે વાતનું દુઃખ છે કે તે ઈચ્છીને પણ દીકરી પલકની વધારે મદદ ન કરી શકી. શ્વેતા તિવારી આશરે બે દશકાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને ઢગલામોઢે શો કર્યા છે. તે વેબ સિરીઝ પણ કરી ચુકી છે.

(10:01 am IST)