News of Monday, 19th July 2021
એકશનના ચાહકો માટે અદ્દભુત બની રહેશે ફાઇટર
રિતીક રોશન અને દીપિકા પાદુકોણની જોડી એક સાથે આવી રહી છે. એકશન ફિલ્મો માટે જાણીતા સિધ્ધાર્થ આનંદ 'ફાઇટર' નામની ફિલ્મ બનાવી રહ્યા છે. તેના કહેવા મુજબ ભારતની આ પહેલી એરિયલ એકશન ફિલ્મ છે. આ ફિલ્મને લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગથી બનાવવામાં આવશે અને તેનું શુટીંગ દુનિયાનાં અનેક લોકેશન પર કરવામાં આવશે. આ ફિલ્મને ૨૦૨૨માં રિલીઝ કરવાનો પ્લાન છે. આ ફિલ્મ સાથે વાયકૉમ ૧૮ના સીઓઓ અજિત અંધારે પણ જોડાયા છે. આ વિશે સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે 'મારા માટે 'ફાઇટર' ડ્રીમ પ્રોોજેકટ છે અને મને ખુશી છે કે મારા વિઝનમાં અજિત પણ જોડાયો છે. આ ફિલ્મ દ્વારા અમે દુનિયાભરના એકશન ફિલ્મ લવર્સ સુધી પહોંચીશું. આ એક અદ્દભુત એકશન ફિલ્મ બની રહેશે.
(10:00 am IST)