ફિલ્મ જગત
News of Monday, 19th July 2021

તારાની ફિલ્મનું શુટીંગ શરૂ થયું

તારા સુતરિયાની વધુ એક ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. આ વખતે તારાની જોડી અર્જુન કપૂર સાથે છે. એક વિલન રિટર્ન્સનું શુટીંગ શરૂ થઇ ગયું છે. મોહિતી સૂરીની આ ફિલ્મ અગાઉ આવેલી એક વિલનની સિકવલ છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. કોરોનાને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું. જોકે લોકડાઉનના નિયમોમાં છૂટ આપવામાં આવતાં ફરી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા શેડ્યુલનું શુટીંગ જૉન અબ્રાહમ અને દિશા પટાની સાથે કરવામાં આવ્યું હતું. બીજું શેડ્યુલ ગોવામાં કરવામાં આવ્યું હતું. ત્રીજા શેડ્યુલમાં અર્જુન કપૂર અને તારા સુતરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શેડ્યુલનું શુટીંગ મુંબઇમાં કરવામાં આવ્યું છે.  શૂટિંગના ફોટો અને ફિલ્મના કલાકારો સહિતની ટીમની તસ્વીરો સોશિયલ મિડીયા પર મુકવામાં આવી હતી. તારા ફરીથી શુટીંગ શરૂ થતાં ખુબ જ ખુશ છે.

(10:00 am IST)