News of Thursday, 19th May 2022
એકતા કપૂરની 'અપહરણ 2'નું ટ્રેલર રિલીઝ
મુંબઈ: વેબ સિરીઝ 'અપહરણ 'ના નિર્માતાઓએ બીજી સિઝનનું ટ્રેલર રિલીઝ કર્યું છે. એકતા આર કપૂરની 'અપહરણ 2'માં અરુણોદય સિંહ ઉર્ફે રુદ્ર શ્રીવાસ્તવ એક ગુપ્ત મિશન પર હરિદ્વારના ઘાટથી સર્બિયાના બરફવાળા વિસ્તારોમાં પ્રવાસ કરતા જોવા મળે છે.ટ્રેલરમાં નિધિ સિંહને રંજના શ્રીવાસ્તવ તરીકે પણ દર્શાવવામાં આવી છે, જે રુદ્રની પત્નીની ભૂમિકા ભજવે છે અને વ્યસન સામે લડી રહી છે. ટ્રેલરમાં સ્નેહિલ દીક્ષિત મેહરા અને સત્યનારાયણ દુબે તરીકે સાનંદ વર્મા પણ છે. રંજનાની ભૂમિકા વિશે વાત કરતાં નિધિ સિંહે કહ્યું કે મારું પાત્ર રંજના આ સિઝનમાં મુશ્કેલીની દુનિયામાં છે. તેનો પતિ રુદ્ર તેની મદદ માટે ખૂબ જ પ્રયત્ન કરશે.
(6:28 pm IST)