ફિલ્મ જગત
News of Thursday, 19th May 2022

હે... સાચે...? શું જેઠાલાલના ફાયર બ્રિગેડ તારક મહેતા 14 વર્ષ બાદ શોને અલવિદા કહેશે ? પ્રોડયુસરે સમગ્ર મામલે મૌન તોડયુ

તારક મહેતા ફેમ શૈલેષ લોઢાના શો છોડવાની વાતનું પ્રોડયુસર આસિત મોદીએ ખંડન કરતા કહ્યું, આ વાત માત્ર અફવા છે

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે અને આ સફરના પ્રારંભથી જ શૈલેષ લોઢા આ શો સાથે જોડાયેલા છે. ત્‍યારે વહેતી થયેલી દયાભાભી બાદ તારક મહેતાની શો છોડવાની અફવાને આખરે પૂર્ણવિરામ લાગ્‍યો છે. શોના પ્રોડયુસર આસિત મોદીએ આ મામલે એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે, ‘આ વાત તદ્દન ખોટી છે, આ મામલે ન તો મેં કે ના તો શૈલેષ લોઢાએ ઓફિશિયલ સ્‍ટેટમેન્‍ટ આપ્‍યુ છે.'

તારક મહેતા શો છેલ્લા ઘણા સમયથી લોકોના દિલો પર રાજ કરી રહ્યો છે. પરંતુ તારક મહેતના જોતા ફેન્સ માટે એક આઘાતજનક સામાચાર છે. છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઈ રહ્યું છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 'તારક મહેતા' હવે આ શોમાં જોવા નહીં મળે. શોમાં તારક મહેતાનો રોલ નિભાવનાર શૈલેષ લોધા ટૂંક સમયમાં શો છોડી શકે છે. પરંતુ આ મમલે શોના પ્રોડ્યુસરે જાણો શું કર્યું...

છેલ્લા કેટલાક દિવસથી સમાચારો સામે આવી રહ્યા છે કે, દયાબેનનો રોલ નિભાવનાર દિશા વાકાણી બાદ હવે જેઠાલાલના પ્રિય મિત્ર તારક મહેતા એટલે કે શૈલેષ લોધા તારક મહતા કા ઉલ્ટા ચશ્મા શોને છોડી રહ્યા છે. સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, શૈલેષ લોધા ટૂંક સમયમાં નવા શોમાં જોવા મળશે અને આ કારણથી તેઓએ તારક મહેતા શો છોડવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે શૈલેષ લોધાના શો છોડવા મામલે તારક મહેતા શોના પ્રોડ્યુસરે મૌન તોડ્યું છે અને એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, શૈલેષ લોધાન શો છોડવાની વાતનું તેમણે ખંડન કર્યું છે. તેમણે કહ્યું આ માત્ર અફવાઓ છે. તેમણે કહ્યું કે આ મામલે ના તો શૈલેષ લોધાએ કે ના મેં ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે.

સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આ સમાચાર મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે. આસિત મોદીએ વધુમાં કહ્યું કે, મને ખબર નથી પડતી કે આ સુત્રો કોણ છે. જે અફવા ફેલાવી રહ્યા છે. તેમણે ટૂંકમાં કહ્યું કે, આ અંગે જો કોઈ સમાચાર હશે તો અમે બઘાને જાણ કરીશું.

શૌલેષ લોધાના શો છોડવાના સમાચાર વચ્ચે એક્ટરે પણ એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે તેમનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે હસીબ સોજા સાહેબ કા એક શેર કમાલ કા હૈ 'અહીં મજબૂતથી મજબૂત લોહા તૂટ જાતા હૈ, કઈ જુઠે ઇકઠે હો, તો સચ્ચા તૂટ જાતા હૈ.' શૈલેષની આ પોસ્ટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(5:40 pm IST)