ફિલ્મ જગત
News of Tuesday, 19th January 2021

કોઇપણ વ્‍યક્‍તિ, જાતિ, સમુદાય, ધર્મ કે ધાર્મિક વિશ્વાસોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો ઇરાદો ન હતોઃ વેબ સિરીઝ ‘તાંડવ'ના ડાયરેક્‍ટર અલી અબ્‍બાસ ઝફરે માફી માંગી

મુંબઈઃ સૈફ અલી ખાનની વેબ સિરીઝ 'તાંડવ' ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હવે વેબ સિરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ જફર તરફથી માફીનામુ પોસ્ટ કરવામાં આવ્યુ છે. અલી અબ્બાસ જફરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી વિના શરત માફી માંગી લીધી છે.

અલી અબ્બાસ ઝફરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યુ, 'અમે વેબ સિરીઝ તાંડવને લઈને દર્શકોની પ્રતિક્રિયાઓ પર નજર રાખી રહ્યાં છીએ. સૂચના અને પ્રસારણ મંત્રાલયની સાથે સોમવારે એક બેઠક દમરિયાન વેબ સિરીઝના વિભિન્ન પાસાઓ અને કન્ટેન્ટથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાવવાને લઈને ઘણી ફરિયાદો મળી છે.'

અલી અબ્બાસ ઝફરે આગળ લખ્યુ, 'વેબ સિરીઝ તાંડવ એક ફિક્શન છે અને જો તેની કોઈપણ વ્યક્તિ કે ઘટનાથી સમાનતા છે તો તે સંયોગ છે. કોઈપણ વ્યક્તિ, જાતિ, સમુદાય, ધર્મ કે ધાર્મિક વિશ્વાસોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા કે કોઈ સંસ્થા, રાજકીય પક્ષ કે વ્યક્તિનું' જીવિત કે મૃતનો અપમાન કરવાનો કોઈ ઈરાદો નહતો. તાંડવના કાસ્ટ અને ક્રૂ તરફથી વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવી છે અને કોઈની લાગણીને દુખ પહોંચાડ્યા સિવાય કોઈ પણ શરત માફી માગી લીધી છે.

મહત્વનું છે કે ઘણા સ્થળો પર તાંડવના એક્ટર સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા અને સુનીલ ગ્રોવર સહિત 32 ફિલ્મી હસ્તિઓ પર કેસ નોંધવામાં આવ્યો છે. વેબ સિરીઝમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવા અને સમાજમાં જાતિવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

(5:17 pm IST)