ફિલ્મ જગત
News of Wednesday, 18th May 2022

રાજપાલ યાદવ, રૂબિના દિલાઈક અને હિતેન તેજવાનીની ફિલ્મ 'અર્ધ'નું મોશન પોસ્ટર રિલીઝ

મુંબઈ: દિગ્ગજ અભિનેતા રાજપાલ યાદવ, હિતેન તેજવાની અને બિગ બોસ વિનર રૂબિના દિલેકની ડેબ્યૂ ફિલ્મ 'અર્ધ'નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મનું ટ્રેલર આજે 18મી મેના રોજ રિલીઝ થશે. રૂબીનાએ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં રૂબીના દિલાઈક અને રાજપાલ યાદવ જોવા મળે છે. રૂબીના લાલ સાડી પહેરેલી દેશી લુકમાં પરિણીત મહિલાના રોલમાં જોવા મળે છે. તે જ સમયે, રાજપાલ યાદવ પણ સરળ પાત્રમાં જોવા મળે છે.

 

(6:50 pm IST)