36 વર્ષીય કોરિયન અભિનેત્રી ઓહ ઇન-હાય ડિપ્રેશનમાં ગુમાવી જિંદગી
મુંબઈ: કોરિયન અભિનેત્રી ઓહ ઇન-હાયનું સોમવારે દક્ષિણ કોરિયાની એક હોસ્પિટલમાં નિધન થયું. તે 36 વર્ષની હતી.એક અહેવાલમાં જણાવાયું છે કે ઓહ ઇન-હાય તેના મિત્ર દ્વારા ઇન્ચેઓન સ્થિત તેના ઘરે બેભાન હાલતમાં મળી આવી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે નિવેદનમાં કહ્યું છે કે હત્યા અંગે શંકા કરવાનું કોઈ કારણ નથી, પરંતુ તે ડિપ્રેસનનો ભોગ બની હોવાથી આત્મહત્યાની શંકા કરી રહી છે.એક પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, "તેણીએ આત્યંતિક પસંદગી કરી હોવાનું દેખાય છે." તપાસ હજુ ચાલુ છે. ઓહ ઇન-હાયે 2011 માં આવેલી ફિલ્મ સિન ઓફ અ ફેમિલીથી પ્રવેશ કર્યો હતો. અભિનેત્રી પછી રેડ વેકન્સ, બ્લેક વેડિંગ, ધ પ્લાન જેવી ફિલ્મોમાં દેખાયા હતા. તે તાજેતરમાં જ ટીવી શો 539 યિયોનામ-ડોંગમાં જોવા મળી હતી.