મારે આજે પણ સંઘર્ષ કરવો પડે છેઃ અન્નુ
અભિનેતા અન્નુ કપૂર ચાલીસ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તે દમદાર અભિનય ઉપરાંત પોતાના નિડર અંદાજ માટે જાણીતા છે. તેની વેબ સિરીઝ ક્રેશ કોર્સ હાલમાં જ રિલીઝ થઇ છે. અન્નુએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુંમાં કહેલું કે મેં પ્રારંભે એવી ઘણી ફિલ્મો કરી હતી જેને હું બિલકુલ પસંદ નહોતો કરતો. પરંતુ પૈસાને કારણે મારે એ કરવું પડયું હતું. પરિવારનુ ગુજરાન ચલાવવા પૈસાની ખુબ જરૂર પડે છે. હું અમિતાભ બચ્ચન, સલમાન ખાન કે શાહરૂખ ખાન નથી. ચાલીસ વર્ષની કારકિર્દી પછી પણ મારે કામ મેળવવા માટે આજે પણ મહેનત કરવી પડે છે. હું માત્ર પૈસા માટે કામ કરુ છું. ટીવી અને ઓટીટી પર મારી કારકિર્દી લઇને આવ્યો છું. એક સમય એવો હતો જ્યારે ફિલ્મી પરદા સિવાય કામ કરનારાને અલગ નજરથી જોવામાં આવતાં હતાં. જો કે આ બધું હોવા છતાં હું મારા કામ પ્રત્યે સમર્પિત રહું છું. ક્રેશ કોર્સમાં અન્નુએ કોચીંગ ક્લાસીસના સંચાલક રતનલાલ જિંદાલનો રોલ ભજવ્યો છે.