ફિલ્મ જગત
News of Tuesday, 17th August 2021

રશિયા જશે 'ટાઇગર ૩'

કોરોના વાઇરસને કારણે આ ફિલ્મનું શૂટિંગ હોલ્ડ પર મૂકવામાં આવ્યું હતું

મુંબઇ, તા.૧૭: સલમાન ખાન અને કેટરિના કૈફ હવે ૧૮ ઓગસ્ટે 'ટાઇગર ૩' માટે રશિયા જવાનાં છે. કોરોના વાઇરસને કારણે આ ફિલ્મનું શૂટિંગ હોલ્ડ પર મૂકવામાં આવ્યું હતું. આ શૂટિંગ માટે તેઓ રશિયા જશે. આ સાથે જ તેઓ ટોટલ પાંચ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પર શૂટિંગ કરશે જેમાં ઓસ્ટ્રિયા અને ટર્કીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ શેડ્યુલ ૪૫ દિવસનું છે, જેમાં ભરપૂર એકશન દૃશ્યોને શૂટ કરવામાં આવશે. આ માટે જમ્બો ચાર્ટર પ્લેનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફિલ્મની ટીમ અને કાસ્ટ જશે. મનીષ શર્મા દ્વારા ડિરેકટ કરવામાં આવેલી આ ફિલ્મને આદિત્ય ચોપડા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને તેઓ કોઈ કચાશ છોડવા નથી માગતા અને શૂટિંગ એકદમ સ્મૂધલી થાય એ માટેની તૈયારી કરવામાં આવી છે.

(2:53 pm IST)