ફિલ્મ જગત
News of Tuesday, 17th May 2022

મામા આમિર ખાનના માર્ગે ભાણેજ ઇમરાન ખાનઃ અવંતિકા મલિક સાથેના 11 વર્ષના લગ્ન જીવનનો અંત આવશે

જો કે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરવામાં નથી આવીઃ અવંતિકા મલિકે 2011માં ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા

મુંબઇઃ બોલિવૂડ કપલ્‍સમાં સંબંધમાં રહેવુ કે અલગ થઇ જવુ તે સામાન્‍ય બાબત છે. તાજેતરમાં આમિર ખાન અને કિરણ રાવ, ત્‍યારબાદ સોહેલ ખાન અને સીમા ખાને છૂટાછેડા લીધા છે તેવામાં બોલિવૂડ રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં ઇમરાન ખાન અને અવંતિકા મલિક છૂટાછેડા લેવા જઇ રહ્યા છે. ઇમરાન ખાને 2011માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં રિલેશનમાં જોડાવવું કે પછી અલગ થઈ જવું એક સામાન્ય બાબત બની ગઈ છે. બોલીવુડમાં હાલ છૂટાછેડા લેવાનો દોર ચાલી રહ્યો હોય એમ એક બાદ એક સેલિબ્રિટી કપલ છૂટા પડી રહ્યા છે. તાજેતરમાં આમિર ખાન અને કિરણ રાવે બંને અલગ થઈ ગયા. ત્યારબાદ સોહેલ ખાન અને સીમા ખાને પણ છૂટાછેડા લીધા છે. ત્યારે વધુ એક સેલિબ્રિટી કપલ અલગ થવા જઈ રહ્યું છે. ઇમરાન ખાન અને અવિતંકા મલિક વચ્ચે લાંબા સમયથી સંબંધો સારા ચાલી રહ્યા નથી. એવામાં રિપોર્ટ્સના અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે ટુંક સમયમાં આ બંને અલગ થવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, લગભગ બે મહિના પહેલા જ્યારે આમિર ખાને કિરણ રાવ સાથે છૂટાછેડા લીધા હતા. ત્યારે મામાના માર્ગે ભાણેજ ચાલી રહ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે. ઇમરાન ખાન આમિર ખાનનો ભાણીયો છે. છેલ્લા કેટલાક સમયથી ઇમરાન ખાન અને અવંતિકા મલિક વચ્ચે અણબનાવ હોવાના સમાચાર ચાલી રહ્યા છે. બંને વચ્ચે લડાઈના પણ સમાચાર સામે આવ્યા હતા. જો કે, અવંતિકા ઇમરાન અને પોતાના સંબંધને બનાવી રાખવા એક તક આપવા ઇચ્છી હતી. જેના કારણે તેણે છૂટાછેડાનો નિર્ણય ઉતાવળમાં લીધો ન હતો.

જો કે, મિત્રોએ અને સંબંધીઓએ પણ સેટલ ડાઉન કરવા અને બંનેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ નિર્ણય અલગ હતો. તમામ પ્રયત્નો કર્યા છતાં ઇમરાન અને અવંતિકા વચ્ચે કશું બરાબર થઈ રહ્યું નથી. જેના કારણે બંનેએ અલગ થવાનું નક્કી કર્યું છે. જો કે, હજુ સુધી ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી નથી. જો કે, આ જોડીને ફેન્સ ઘણી પસંદ કરતા હતા એવામાં તેમના અલગ થવાથી ફેન્સ માટે ખરાબ સમાચાર છે. તમને જણાવી દઈએ કે, બંનેને સાત વર્ષની એક બાળકી પણ છે.

ઉલ્લેખનીય છે કે, અવંતિકા મલિકે વર્ષ 2011 માં ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક દીકરી પણ છે જે અત્યારે 7 વર્ષની થઈ ગઈ છે. બીજી તરફ ઇમરાનના કરિયરની વાત કરીએ તો તેણે 2008 માં આવેલી ફિલ્મ 'જાને તુ યા જાને ના'થી એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ઘણી સારી ફિલ્મોનો ભાગ બન્યો, પરંતુ તેને ખાસ સફળતા મળી નહીં.

(4:58 pm IST)