ફિલ્મ જગત
News of Tuesday, 17th May 2022

હેમલ ઝાઝલ સર્જીત - અભિનિત પ્રેરણાદાયી શોર્ટ ફિલ્‍મ MBA

કોેશિક સિંધવ નાટય ફળિયાના

રાજકોટ : આજનો યુવાન થોડીઘણી તકલીફ અથવા તો નિષ્‍ફળતાને કારણે હતાશામાં સરી પડે છે. ફરી પ્રયત્‍નો કરવાની હામ તે ખોઇ બેસે છે.

કોેશિક સિંધવ નાટય ફળિયું ના તાલીમાર્થી હેમલ ઝાઝલે આવા નિરાશ યુવાનો માટે પ્રેરણારૂપ બને તેવી નવ મિનીટની શોર્ટ ફિલ્‍મ ‘‘MBA'' (મહેનત,બુધ્‍ધિ અને આત્‍મ વિશ્વાસ)નું સ્‍વતંત્ર પણે સર્જન કર્યુ છે. દિગ્‍દર્શન લેખન નિલેશ બ્રહ્મ ભટ્ટનું છે.માત્ર બે પાત્રોની ફિલ્‍મમાં અતુલ લાખાણી તથા હેમલ ઝાઝલે પણ અભિનય કર્યો છે.‘‘હેમલ ઝાઝલ પ્રોડકશન'' સર્ચ કરવાથી યુ ટયુબ પર આ ફિલ્‍મ જોઇ શકાશે.

 આ પુર્વે નાટય ફળિયાના  રૂષિ મહેતા ગોેરવ રેવર,રાજદિપ ગધેર, સંકેત મહેતા તથા વિજય ગઢવી પણ શોર્ટ ફિલ્‍મ્‍સ સર્જી ચૂકયા છે તેમજ ઘણા નાટકોમાં દિગ્‍દર્શન - અભિનય પણ કરી ચૂકયા છે.

(3:25 pm IST)