News of Monday, 16th November 2020
ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે માલદીવમાં વેકેશનની મજા માની રહ્યો છે ફરહાન અખ્તર
મુંબઈ: ફરહાન અખ્તર હાલમાં ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર અને પુત્રી સાથે માલદીવમાં વેકેશન પર છે. ફરહાન અને શિબાની બંને વેકેશનમાંથી ફોટા અને વીડિયો શેર કરી રહ્યાં છે. શિબાનીએ તેમનો ફોટો ફરહાન સાથે શેર કર્યો છે જેમાં બંને પૂલમાં નજરે પડે છે. ફોટો શેર કરતી વખતે શિબાનીએ લખ્યું, માય હેપ્પી પ્લેસ.આ પહેલા ફરહને પુત્રી અને શિબાનીનો ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કરતી વખતે ફરહને લખ્યું, બીચ ઓ બીચ. ફરહને પોતાનું 'સ્કુબા ડાઇવિંગ' કરતી વખતે 2 વિડિઓઝ શેર કરી. વીડિયો શેર કરતા ફરહને લખ્યું કે, "તમારા આત્માને ખુશ રાખો."
(12:14 pm IST)