ફિલ્મ જગત
News of Sunday, 15th November 2020

કરીના-સૈફ સાથે ધર્મશાળાના રસ્તા પર તૈમૂર ફરતો દેખાયો

મલાઈકા અને અર્જુન પણ સાથે હતા : અભિનેત્રી કરીના કપૂરની આ દિવાળી ખૂબ જ ખાસ છે કારણ કે તે જલ્દી જ બીજા બાળકની માતા બનવાની છે

મુંબઈ,તા.૧૫ : કરીના કપૂરની દિવાળી ખૂબ ખાસ છે કારણ કે તે જલ્દી બીજા બાળકની માતા બનવાની છે. ખાસ અવસરે કરીના સૈફ અલી ખાન અને તૈમૂર, મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર દિવાળી સેલિબ્રેટ કરવા માટે સાથે ધર્મશાળા પહોંચ્યા છે. ધર્મશાળાથી તમામ સ્ટાર્સના ઘણા ફોટો અને વિડીયો ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. હાલમાં કરીના કપૂર, મલાઈકા અને અર્જુન તથા પોતાના પરિવાર સાથે ધર્મશાળાના રસ્તા પર ફરતી જોવા મળી. જેનો વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. વિડીયોમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા અને તૈમૂર ધર્મશાળાના રસ્તા પર ફરી રહ્યા છે. તો ફેન્સ તેમનો વિડીયો બનાવી રહ્યા છે. હાલમાં સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કરીના વ્હાઈટ કલરના જેકેટમાં નજર આવી રહી છે, તો મલાઈકા ગ્રીન કલરના જંપશૂટમાં દેખાઈ રહી છે. એક્ટ્રેસના વિડીયો પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે સ્થાનિક લોકો કરીના તથા તેના પરિવારનો વિડીયો ઉતારી રહ્યા છે. તૈમૂર સૈફ અલી ખાનને હાથ પકડીને ચાલી રહ્યો છે. જોકે દરમિયાન તે કેમેરા તરફ જોઈને ગા ગો ગોની બૂમ પાડતો સંભળાય છે. જણાવી દઈએ કે મુંબઈમાં ઘણીવાર તૈમૂર પાપારાજી સામે જોઈને તેમને જવા માટે કહેતા જોવા મળ્યો છે. અહીં પણ તે પોતાનો વિડીયો ઉતારનારા લોકોને ત્યાંથી જવા માટે કહેતો સંભળાઈ રહ્યો છે. કરીના કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ જલ્દી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. ફિલ્મમાં કરીના કપૂર એક્ટર આમિર ખાન સાથે મુખ્ય ભૂમિકામાં દેખાશે. કરીનાએ હાલમાં લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. સાથે જોડાયેલી તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી હતી.

(3:56 pm IST)