પૂજા બિષ્ટ પણ ટીવી પરદેથી પહોંચી ફિલ્મમાં
ટીવી પરદેથી એક પછી એક અભિનેત્રી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. મોૈની રોય, દિપીકા કક્કડ, અંકિતા લોખંડે અને મૃણાલ ઠાકુર પછી હવે શરદ મલ્હોત્રાની ગર્લફ્રેન્ડ પૂજા બિષ્ટ પણ ફિલ્મમાં પહોંચી છે. પૂજા પૂર્વ સ્પ્લિટ્સવિલા સ્પર્ધક છે અને ટીવી શો કલશમાં કામ કરી ચુકી છે. તેની આ પહેલી ફિલ્મ છે. રજનીશ દુગ્ગલ સાથે તે એક હોરર ફિલ્મમાં કામ કરશે. રાજીવ રૂઇયા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. રાજીવએ અગાઉ રજનીશ અને દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીજીનો રોલ કરી ચુકેલી સોનારીકા ભદોરીયાને લઇને હોરર ફિલ્મ 'સાંસે' બનાવી હતી.
રજનીશ છેલ્લે હોરર ફિલ્મ ૧૯૨૦માં દેખાયો હતો. હવે તે ફરીથી હોરર ફિલ્મ કરી રહ્યો છે. આવી ફિલ્મો માટે તે પહેલી પસંદગી બની રહ્યો છે. ફિલ્મમાં કૃણાલ રોય કપૂર પણ હશે. તે કાલાકાંડીમાં પણ હતો. શરદે પૂજા પહેલા દિવ્યાંકા સાથે ડેટ કરી હતી.