News of Tuesday, 13th February 2018
અજય દેવગનની ફિલ્મ 'રેડ'નું પહેલું ગીત 'સાનુ એક પલ ચેન ના આવે' મચાવી સોશિયલ મીડિયા પર ધમાલ
મુંબઈ: અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝની ફિલ્મ 'રેડ'નું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે આ ગીત રિલીઝ થયાને અમુક જ કલાકોમાં યુ ટ્યુબ પર 3 લાખ અને 75 હજાર લોકોએ જોયું છે. આ ગીતના શબ્દો છે 'સાનુ એક પલ ચેન ના આવે સજન તેરે બીના'આમ તો આ ગીત 1997માં રિલીઝ થયેલ અનિલ કપૂરની ફિલ્મ 'જુદાઈ'માં લોકોએ સાંભળ્યું જ હશે.પરંતુ આ ફિલ્મમાં આ ગીત પંજાબીમાં ગવામાં આવ્યું છે. આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર 6 ફેબ્રુઆરીના રિલીઝ થયું હતું.
(5:01 pm IST)