ફિલ્મ જગત
News of Saturday, 14th August 2021

ઋત્વિક-દીપિકાની ફિલ્મ ‘ફાઇટર’ પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી 2023 ના રોજ રિલીઝ થશે

નિર્માતાઓએ સત્તાવાર રીતે ફિલ્મ રિલીઝ કરવાની તારીખ જાહેર કરી: ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે

મુંબઈ : બૉલીવુડ અભિનેતા ઋતવિક રોશન અને અભિનેત્રી દીપિકાના ચાહકો માટે ખુશખબર આવી છે ફાઈટર  ફિલ્મની આજે નિર્માતાઓએ સત્તાવાર રીતે ફિલ્મ રિલીઝ કરવાની તારીખ જાહેર કરી છે. ફિલ્મ રિલીઝની તારીખ જાહેર કરતા નિર્માતાઓએ જણાવ્યું હતુ કે,”ફિલ્મ ‘ફાઇટર’  પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી 2023 ના રોજ રિલીઝ થશે.” આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે

(12:54 pm IST)