ફિલ્મ જગત
News of Sunday, 14th January 2018

શ્રદ્ધા કપૂરને એક પ્રશંસકે સ્ક્રેપ બુક ભેટમાં આપી

મુંબઇ:  અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફિલ્મ સાહોમાં અભિનેતા પ્રભાસ સાથે લીડ રોલમાં જોવા મળવાની છે. ફિલ્મમાં પ્રભાસ સાથે હોવાથી અભિનેત્રી અત્યારથી સતત લાઇમલાઇટમાં રહેવા માંડી છે. શ્રદ્ધા સોશિયલ મીડિયા તેમ જ પોતાના ચાહકો સાથે સંવાદ સાધવામાં ખૂબ જ અગ્રેસર છે. શ્રધ્ધા પોતાની આગામી ફિલ્મ માટે જિમમાં તનતોડ મહેનત કરતી જોવા મળી રહી છે. શનિવારે વહેલી સવારે જયારે તે જિમમાં પહોંચી ત્યારે તેની એક પ્રશંસક તેને માટે સ્ક્રેપ બુક લઇને આવી હતી. આ પ્રશંસકે પોતાના હાથોથી શ્રધ્ધા અભિનીત ફિલ્મની માહિતી તેમ જ અભિનેત્રી વિશેની તમામ માહિતી સ્ક્રેપ બુકમાં લખી હતી. આ જોઇને અભિનેત્રી ખૂબ જ ખુશ થઇ હતી. આ જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અપલોડ કરીને જાહેર કરી હતી.

(12:34 pm IST)