સફળતાથી કાર્તિક ખુશઃ આવી રહી છે વધુ ચાર ફિલ્મો
અભિનેતા કાર્તિક આર્યનને બોલીવૂડમાં સતત સફળતા મળી રહી છે. તેની ભૂલભૂલૈયા-૨એ સતત કમાણી કરી રહી છે. આ સાથે જ કાર્તિકે પોતાના સ્ટારડમની સાબિતી આપી છે. આ સફળતાને કારણે તેને બોલીવૂડના બાદશાહ તરીકે ચાહકો બોલાવવા માંડયા છે. ભૂલભૂલૈયા-૨ની સફળતા નિヘીતપણે કાર્તિકના અભુતપુર્વ પ્રદર્શનનું પ્રતિક છે. તેણે આ સફળતા સાથે દર્શકોના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. બોલીવૂડમાં બાદશાહ તરીકે શાહરૂખ ખાનને ઓળખવામાં આવે છે. ત્યારે કાર્તિકને આ વિશે પુછવામાં આવતાં તેણે કહ્યું હતું કે મને નથી લાગતું કે મારે કિંગ શબ્દનો સ્વીકાર કરવો જોઇએ. મારે હજુ અહિ લાંબી સફર કાપવાની છે. હું અહિ પ્રિન્સ તરીકે બરાબર છું. સોનુ કે ટીટૂ કી સ્વીટીની સફળતા પછી પ્યાર કા પંચનામા અને હવે ભૂલભૂલૈયા-૨ની સફળતાથી તે ખુબ જ ખુશ છે. તેની ચાર ફિલ્મો શહઝાદા, કેપ્ટન ઇન્ડિયા, ફ્રેડી અને સાજીદ સાથેની એક ફિલ્મની ચાહકો રાહ જોઇ રહ્યા છે.