ફિલ્મ જગત
News of Saturday, 13th January 2018

કોમેડી ફિલ્મમાં જોડા મળશે ઋત્વિક રોશન-શ્રદ્ધા કપૂર

મુંબઇ: હૃતિક રોશન પ્રથમ વખત શ્રદ્ધા કપૂર સાથે કોમેડી ફિલ્મમાં દેખાશે. અભિનેતાએ આ જાણકારી ટ્વિટર પર આપી હતી. વાસ્તવમાં હૃતિેક ટ્વિટર પર પોતાના જન્મદિનની શુભેચ્છાનો આભાર માનતો ટ્વિટ કર્યો હતો. સાથેસાથે તેણે એમ પણ લખ્યું હતું રે, 'કોમેડી ્ડ્રામા આપણી રાહ જોઇ રહી છે... બસ ત્યારથી લોકો પોતાની રીતે વિચારી રહ્યા છે. સૂત્રની વાત સાચી માનીએ તો કરણ મલ્હોત્રા એક કોમેડી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ માટે તેણે હૃતિક અને શ્રધ્ધાનો સંપર્ક કર્યો છે. જલદી જ આ ફિલ્મની સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવશે. હૃતિક અને કરણે સાથે મળીને અગ્નિપથ જેવી સુપરહિટ ફિલ્મ આપી છે.

(5:29 pm IST)