ફિલ્મ જગત
News of Saturday, 13th January 2018

નવાજુદ્દીનનો મેકમાફિયાનો ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઇ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની પહેલવહેલી વેબ સિરિઝ મેકમાફિયાના ફર્સ્ટ લૂકને સાશ્યલ મિડિયા પર રજૂ કર્યો હતો. 'આ મારી પહેલી ઇન્ટરનેશનલ વેબ સિરિઝ છે અને હું એનો ફર્સ્ટ લૂક રજૂ કરતાં ગૌરવ અનુભવી રહ્યો છું... આ સિરિઝનું ડાયરેક્શન એમેઝોનવિડિયો ઇન માટે જેમ્સ વોટકીન્સે કર્યું છે...' એમ નવાઝે પોતાના ફર્સ્ટ લૂક સાથે લખેલા સંદેશામાં જણાવ્યું હતું. હોસૈન અમીની અને જેમ્સ વોટકીન્સ દ્વારા આ આઠ એપિસોડની વેબ સિરિઝ બનાવાઇ રહી છે.
મિશા ગ્લેનીની નવલકથા મેકમાફિયાઃ અ જર્ની થૂ્ર ધ ગ્લોબલ ક્રીમીનલ અન્ડરવર્લ્ડ પર આ વેબસિરિઝની કથા આધારિત છે. મિશાએ આ નવલકથાને કેટલીક સત્યઘટના આધારિત જણાવી હતી. એને નોન-ફિક્શન નવલકથા તરીકે ઓળખાવી હતી. આ વેબ સિરિઝમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે હોલિવૂડના કેટલાક જાણીતા કલાકારો જેમ્સ નોર્ટન, એલેક્સે સેલેબ્ર્યાસ્કોવ, મારિયા સક્શીના, જુલિયેટ  રાયલાન્સ અને ફેયે માર્સે ચમકી રહ્યાં છે. આ વર્ષના ઉત્તરાર્ધમાં આ વેબસિરિઝ રજૂ થવાની છે. 

(5:26 pm IST)