ફિલ્મ જગત
News of Friday, 12th August 2022

આવતા મહિને શુટીંગ શરૂ કરશે કાજલ

કાજલ અગ્રવાલે તેની અભિનય કારકિર્દીનો આરંભ બોલીવૂડની ક્‍યું હો ગયા ના ફિલ્‍મથી કર્યો હતો. પરંતુ એ પછી તે સાઉથમાં પહોંચી હતી અને ત્‍યાં તેણે ખુબ મોટુ નામ મેળવી લીધું હતું. તેણે બોલીવૂડમાં ત્‍યાર પછી સિંઘમ, સ્‍પેશિયલ છબ્‍બીસ, મુંબઇ સાગા સહિતની ફિલ્‍મો કરી છે. લગ્ન પછી મા બન્‍યા બાદ કાજલ ફરીથી અભિયન શરૂ કરવા તૈયાર છે. તે આવતા મહિને શુટીંગ શરૂ કરી દેવાની છે. કમલ હસન સાથેની ફિલ્‍મ ઇન્‍ડિયન-૨નું શુટીંગ તે શરૂ કરવા જઇ રહી છે. કાજલ માતા બન્‍યા બાદ આ ફિલ્‍મમાંથી તેને હટાવીને દિપીકાને લેવામાં આવ્‍યાની વાત વહેતી થઇ હતી. પણ કાજલે સ્‍પષ્‍ટા કરી છે કે આ રોલ તે પોતે નિભાવી રહી છે અને શુટીંગ પણ શરૂ કરવા જઇ રહી છે. આ માહિતી તેણે સોશિયલ મિડીયા પર આપી હતી. તેરમી સપ્‍ટેમ્‍બરથી તે કમલ સાથેની ફિલ્‍મનું શુટીંગ શરૂ કરશે. કાજલ ગયા એપ્રિલમાં પુત્રીની માતા બની હતી. સગર્ભાવસ્‍થા દરમિયાન થોડો સમય ફિલ્‍મથી દૂર રહી હતી. ફિલ્‍મનું ચાલીસ ટકા જેટલુ શુટીંગ બાકી હતું તે હવે પુરુ કરશે. કાજલ પાસે અન્‍ય પ્રોજેક્‍ટ પણ છે.

(10:46 am IST)