'અતરંગી રે'ની રાહમાં સારા
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારાએ બોલીવૂડમાં એન્ટ્રી સાથે જ ઓળખ ઉભી કરી લીધી છે. તેની ભલે ઓછી ફિલ્મો આવી હોય પણ તેની ચાહના ખાસ કરીને યુવાઓમાં ખુબ છે. સારા સોશિયલ મિડીયામાં પણ સતત સક્રિય રહેતી અભિનેત્રી છે. તે ફોટા વિડીયોથી ચાહકોને સંદેશા પણ આપતી રહે છે. તેના ડાન્સના વિડીયો અને ફોટોશૂટ તેના ચાહકો ખુબ પસંદ કરે છે. તાજેતરમાં તેણે કસરત કરતી હોય તેવો વિડીયો પોસ્ટ કર્યો હતો. જેને લોકોએ ખુબ પસંદ કર્યોહ તો. આ વિડીયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તે ખુબ આકરી કસરતો કરતી જોવા મળી હતી. ટ્રેડમિલ પર દોડતી અને ડમ્બલ્સ ઉપાડતી દેખાઇ હતી. તેના આ વીડિયોના ચાહકોની સાથે-સાથે બોલવૂડના લોકોએ પણ વખાણ કર્યા છે. સારા છેલ્લે વરૂણ ધવન સાથે ફિલ્મ કુલી નં ૧માં જોવા મળી હતી. હવે તે અક્ષય કુમાર અને ધનુષ સાથેની ફિલ્મ 'અતરંગી રે'ની રાહ જોઇ રહી છે.