ફિલ્મ જગત
News of Friday, 12th January 2018

ગો ગોવા ગોનની સિક્વલ બનશે

મુંબઈ:અભિનેતા સૈફ અલી ખાન અને એના બનેવી કુણાલ ખેમુને ચમકાવતી ફિલ્મ ગો ગોવા ગોનની સિક્વલ બનાવવાની હિલચાલ થઇ રહી હોવાની માહિતી મળી હતી. ૨૦૧૩માં રજૂ થયેલી ગો ગોવા ગોન એક ઝોમ્બી ફિલ્મ હતી. એને મિડિયોકર સફળતા મળી હતી. પ્રોડયુસરે રોકેલાં નાણાં છૂટાં થયા હતા.બોક્સ ઑફિસ પર ફિલ્મ ધમાલ મચાવી શકી નહોતી. ગો ગોવા ગોનની સિક્વલ બનાવવાની હિલચાલ ચાલી રહી હોવાના સમાચારને કુણાલે સમર્થન આપ્યું હતું પરંતુ કહ્યું હતું કે એના શિડયુલ બાબત હજુ થોડી અવઢવ છે. દરેક કલાકાર પાસે એક સાથે તારીખો હોવી જરૃરી છે. મૂળ ફિલ્મના દરેક કલાકાર હાલ પોતપોતાની અન્ય ફિલ્મમાં બીઝી છે. દર્શકોને મૂળ ફિલ્મ ગમી હતી એટલે સિક્વલની વાત નીકળી છે.પરંતુ વધુ હકીકતો તમને ભાઇ (સૈફ અલી ખાન) આપી શકે.

(5:23 pm IST)