ટીવી પરદે ફરી સક્રિય થશે શીના બજાજ
દોઢેક વર્ષથી ટીવી પરદેથી ગાયબ થઇ ગયેલી અભિનેત્રી શીના બજાજે બેસ્ટ ઓફ લખ નિક્કીમાં કામ કરીને નામના મેળવી હતી. છેલ્લે તે મરિયમ ખાન રિપોર્ટિંગ લાઇવ શો કર્યો હતો. તેણે ફિલ્મી પરદે ભૂતનાથ, યાદે, કલયુગ, ફૂટપાથ જેવી અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. એ પછી ટીવી પરદે રોલ મળ્યો હતો. દોઢ વર્ષ પછી તે ફરીથી ટચુકડા પરદે આવી રહી છે. શીના કહે છે મરિયમ ખાન...પછી હું નવા પ્રોજેકટ માટે તૈયારીમાં હતી ત્યાં મહામારી આવી ગઇ હતી. હવે હું નવું કામ કરવા તૈયાર છું. બે દસકાથી અભિનયના ફિલ્ડમાં કામ કરી રહેલી શીના કહે છે હવે મારે સાવ કહેવા ખાતર હોય તેવી ભુમિકા નથી નિભાવવી. મને સારી ભુમિકા મળશે તો જ કામ કરીશ. વેબ સિરીઝમાં પણ કામ કરવા તૈયાર છું. મને અગાઉ અનેક રોલ ઓફર થયા હતાં. પરંતુ હું મુખ્ય પાત્રો ભજવવા જેટલી સક્ષમ હોવા છતાં નાના રોલ હોઇ મેં ના પાડી દીધી હતી. પરદાથી દૂર રહીને પણ શીના સોશિયલ મિડીયા થકી પ્રશંસકો સાથે સતત સંપર્કમાં રહે છે.