મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ 'વિકીડાનો વરઘોડો'
(કેતન ખત્રી)અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ 'વિકીડા નો વરઘોડો'રિલીઝ ૮ જૂને રિલીઝ થઇ ગઇ છે, જે લોકપ્રિય ગુજરાતી સ્ટાર્સ મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, જીનલ બેલાની અને બોલીવુડ અભિનેત્રી માનસીરાચ્છ સાથે બ્લોકબ્લાસ્ટર ફેમિલી એન્ટરટેઇનર છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'રેવા'ના દિગદર્શકો રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા આ આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ લખવામાં, દિગ્દર્શિત અને સંપાદિત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિમાર્ણ એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ સાથે જોડાણમાં જાન્વી પ્રોડકશના અજય શ્રોફ, પંકજ કેશરૂવાલા, વિકાસ અગ્રવાલ અને ઋષિત ફિલ્મ્સના આશિષ પટેલ અને નીરવ પટેલના સહયોગથી કરવામાં આવ્યુ છે અને સન આઉટડોર્સના પ્રિતેશ શાહ દ્વારા સહ–નિર્માણ કરવામાં આવ્યુ છે.