કેટરિના કેફ અને વિક્કી કૌશલના લગ્નની પ્રથમ તસવીરો ઈન્ટરનેટ પર આવી ગઈ
તસવીરો ખુદ કેટરિના અને વિક્કી કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી: કેટરિના લાલ રંગના ડ્રેસમાં જ્યારે વિક્કી પણ પોતાની શેરવાનીમાં
મુંબઈ : કેટરિના અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ચાહકોને કેટરિના અને વિક્કીના લગ્નની આતુરતા હતા આવામાં તેનો હવે અંત આવી ગયો છે.
રિપોર્ટ્સનું માનીએ તો આજે બપોરે 3.30થી 3.45ની વચ્ચે બંનેને સાત ફેરા લીધા. માહિતી એવી પણ મળી રહી છે કે બંનેએ પોતાના લગ્નજીવન શરૂ કરવા માટે અહીંના પ્રસિદ્ધ ચૌથ માતા મંદિરમાં દેવીના આશીર્વાદ પણ લીધા હતા.
આ સાથે કેટરિના કેફ અને વિક્કી કૌશલના લગ્નની પ્રથમ તસવીરો પણ સામે આવી ગઈ છે. ખુદ કેટ અને વિક્કીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે. કેટરિના લાલ રંગના ડ્રેસમાં સુંદર દેખાઈ રહી છે જ્યારે વિક્કી પણ પોતાની શેરવાનીમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે. બંને પોતાની કુલ ચાર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. સાથે તેમણે પોતાના લગ્નજીવનની નવી શરૂઆત માટે આશીર્વાદ પણ માંગ્યા છે.
મળતી જાણકારી અનુસાર કપલ લગ્ન બાદ 2 ગ્રાન્ડ રિસેપ્શન પણ આપશે. પ્રથમ રિસેપ્શન આ વેન્યુ પર એટલે કે સેન્સસ બરવાડામાં 10 ડિસેમ્બરે આપશે. બીજુ રિસેપ્શન મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં હશે. ઉલ્લેખનીય છે કે લગ્ન વિશે વાત કરતા કેટરિનાએ કહ્યું હતું કે તે કોઈ હવેલીમાં રોયલ ઈન્ડિયન સ્ટાઈલમાં લગ્ન કરવા માંગે છે.