જેપી દત્તાની પલટનનો ફર્સ્ટ લુક OUT
મુંબઈ: લાંબા સમય પછી ઉમરાવ જાણ અને બોર્ડર જેવી ફિલ્મો બનવનાર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત જેપી દત્તા ફરી એકવાર મોટી સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે પલટન, આ ફિલ્મનુ પહેલું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ચાઈનાના સૈનિકો અને ભારતીય સૈનિકો સામ-સામે બંદૂક તાણીને ઉભા છે. પ્લાટનનું પોસ્ટર ટ્રેન્ડ ઍનલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે. પોસ્ટ કરતા લખ્યું કે સત્ય ઘટના પર આધારિત કહાની છે જે 7 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે.
આ ફિલ્મ 60ના દાયકામાં થયલા ઈન્ડો-ચાઈના યુદ્ધ પર બનેલ છે. ફિલ્મમાં સુનિલ શેટ્ટી, જિમ્મી શેરગિલ, ગુરમીત ચૌધરી, લવ સિંહા, સોનુ સુદ, પુલકિત સમ્રાટ,અર્જુન રામપાલ, હર્ષવર્ધન રાણે અને જેકી શ્રોફ નજરે પડશે, જયારે અભિનેત્રીમાં ઈશા ગુપ્તા, સોનલ ચૌહાણ અને ટીવી સિરિયલ 'સસુરાલ સીમર કા'માં સીરનું પાત્ર ભજવતી દીપિકા કક્ક્ડ મુખ્ય ભુમિકમાં છે.