ફિલ્મ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે'ના નિર્માતા નાઝીમ હસન રિઝવીનું મુંબઇની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત
બોલિવુડ નિર્માતાના અંતિમ સંસ્કાર ઉત્તર પ્રદેશમાં તેમના વતનમાં કરવામાં આવશે

મુંબઇઃ સલમાન ખાનની ખુબ નજીક ગણાતા પૈકીના જ એક દિગ્ગજ પ્રોડ્યુસરનું નિધન થયું છે. જેને પગલે હાલ બોલીવુડમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બોલીવૂડના નિર્માતા નાઝીમ હસન રિઝવીનું મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. નાઝિમે સલમાન ખાન અને રવિના ટંડન અભિનીત ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચુપકે પ્રોડ્યુસ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી નાઝીમ રિઝવીની તબિયત સારી ન હતી, જો કે તેમના મૃત્યુનું કારણ અને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સોશિયલ મીડિયા પર તેના પ્રિયજનો તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. નાઝીમને અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર તેમણે સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.
બોલીવુડમાં હાલ અલગ અલગ ગ્રૂપ પડી ગયા છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં તેને કેમ્પ કહેવામાં આવે છે. જેમાં કરણ જોહરથી માંડીને રોહિત શેઠ્ઠી સુધીના દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ દિગ્ગજો અલગ અલગ પ્રોડક્શન હાઉસ ચલાવે છે. જેમાં તેમની પસંદગીના કેટલાંક કલાકરોને ફિલ્મ ઓફર કરવામાં આવે છે. એ જ પ્રકારે પ્રોડ્યુસરનો પણ એક કેમ્પ બનેલો છે. જે અમુક હીરોની જ સાથે કામ કરવાનું પસંદ કરે છે. આ પૈકીના એક પ્રોડ્યુસર જ હતા રિઝવી.
ફિલ્મ નિર્માતા નાઝિમ હસીમ રિઝવીને બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નિર્માતા નાઝીમને કોઈ બીમારી હતી, ક્યારે અને કયા કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર નાઝીમ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને તેમના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવશે.
બોલીવૂડના નિર્માતા નાઝીમ હસન રિઝવીનું મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. નાઝિમે સલમાન ખાન અને રવિના ટંડન અભિનીત ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચુપકે પ્રોડ્યુસ કરી હતી. રિઝવીના અંતિમ સંસ્કાર ઉત્તર પ્રદેશમાં કરવામાં આવશે. રિઝવીએ તેમના પુત્ર અઝીમને "કસમ સે, કસમ સે", (2011) અને "લાદેન આલા રે આલા" (2017) જેવી ફિલ્મો દ્વારા લોન્ચ કર્યો હતો. તેમની ફિલ્મો વિશે વાત કરીએ તો, "મજબૂર લડકી" (1991), "ઇમરજન્સી" (1993), "અંગારવાડી" (1998), "અંડરટ્રાયલ" (2007), "ચોરી ચોરી, ચુપકે ચુપકે" (2001) અને "હેલો, હમ લાદેન" બોલ રહે હૈં" (2010) જેવી ફિલ્મોથી તેઓને નામના મળી હતી.