ફિલ્મ જગત
News of Saturday, 7th November 2020

મિલિંદ સોમણને દરિયાકાંઠે સંપૂર્ણ નગ્ન થઈ દોડવું ભારે પડયું: ગોવામાં કેસ દાખલ

મુંબઈ, તા.૭: મોડલ પૂનમ પાંડે બાદ બોલિવૂડના એકટર અને ફિટનેસ પ્રમોટર મિલિંદ સોમનને ગોવાના દરમિયા કિનારે નગ્ન થઈને દોડવું ભારે પડ્યું છે. મિલિંદ સામે નગ્ન ફોટોશૂટ કરાવવાનો આરોપ છે અને તે બદલગોવાના વાસ્કો પોલીસ સ્ટેશનમા તેની સામે એફઆઈઆર દાખલ થઈ છે. મિલિંદે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેઓ સંપૂર્ણ નગ્ન થઈને દોડ્યા હતા જેના કારણે સમગ્ર વિવાદ સર્જાયો છે. આ પોસ્ટ કરવા બદલ મિલંદ સામે આઇટી એકટ અંતર્ગત આઈપીસીની કલમ ૨૯૪ અને સેકશન ૬૭ હેઠળ અશ્લીલ સામગ્રીના પ્રચાર પ્રસાર અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મિલિંદ સોમણની તસવીર આવ્યા બાદ ગોવાના સ્થાનિક રાજકીય દળ ગોવા સુરક્ષા મંચ દ્વારા તેની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. તેમની ફરિયાદમાં આ પાર્ટી દ્વારા ગોવાની છબી કરવાનો આરોપ હતો. તેમણે પોતાની સંસ્કૃતિના અપમાન બદલ કેસ દાખલ કરાવ્યો હતો.

(2:45 pm IST)