ક્રિતીની ચાર મોટી ફિલ્મો છે કતારમાં
ટાઇગર શ્રોફ સાથે હીરોપંતિ ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર ક્રિતી સેનને બોલીવૂડમાં સારુ નામ બનાવી લીધું છે. તે પોતાની મહેનત થકી અહિ સફળતા મેળવનારી અભિનેત્રી તરીકે ઓળખાય છે. હાલમાં તે વ્યસ્તતામાંથી રજા લઇ પરિવાર સાથે ફ્રાન્સની ટૂર પણ જઇ આવી હતી. તેણે ત્યાંના ફોટા સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યા હતાં. તે પેરિસમાં પરિવારજનો સાથે મસ્તી કરતી જોવા મળી હતી. થોડા સમય પહેલા ક્રિતીને સઠસઠમાં ફિલ્મફેર એવોર્ડસમાં ફિલ્મ સરોગેટ મધર માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. આ કારણે તે અત્યંત ખુશ છે. સાઉથના સુપર સ્ટાર પ્રભાસ સાથેના અફેરની પણ ચર્ચા જોરમાં છે. આ બંને એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ક્રિતીના હાથ પર ચાર બિગ બજેટ ફિલ્મો આદિપુરૂષ, શહજાદા, ગણપત, અને ભેડીયા પણ છે. જેમાં આદિપુરૂષમાં તે પ્રભાસ સાથે છે.