ફિલ્મ જગત
News of Friday, 7th October 2022

અસલી જિંદગીમાં દોડવીર છે અદિતી

વેબ સિરીઝ આશ્રમમાં પમ્‍મીનો રોલ નિભાવી ખુબ જાણીતી બનેલી અદિતી પોહનકર આ શોની ત્રણેય સિરીઝમાં જોરદાર ભુમિકા નિભાવવામાં સફળ રહી છે. બોબી દેઓલની સાથે અદિતીના રોલના પણ ભરપુર વખાણ થયા છે. આશ્રમ આવી એ પહેલા અદિતી ‘શી' નામની સિરીઝમાં જોવા મળી હતી. તે કહે છે શીના શુટીંગ વખતે રાત્રી લોકડાઉન અમલી હતું. અમે રાત્રે જ શુટીંગ કરતાંહતાં. જો કે ભારતમાં આશ્રમ જેટલો બીજો કોઇપણ શો લોકપ્રિય બન્‍યો હોય તેવું મને લાગતું નથી. આશ્રમની પટકથા મનેસોંપવામાં આવી ત્‍યારેએ વાતની જાણ નહોતી કે બાબા કોણ બન્‍યું છે અને મારી ભુમિકા શું છે. પણ પમ્‍મીનું પાત્ર જ્‍યારે વાંચવાનું ચાલુ કર્યુ ત્‍યારે આપોઆપ ગમી ગયુ હતું. પ્રકાશજી મને આ રોલ આપવા ખરેખર ઉત્‍સાહિત હતાં. હું સાતેક વર્ષથી ભારત દેશ માટે ૧૦૦-૨૦૦ મીટરની પ્રોફેશનલ દોડવીર છું. તે કહે છે હું ઇન્‍ડસ્‍ટ્રીમાં નવી છું પણ એટલુ કહીશ કે ઓટીટીના આગમનથી તળીયાઝાટક ફેરફારો થયા છે.

(10:59 am IST)