લાંબા સમયથી આ ઇચ્છા હતી : રેહાના
ફિલ્મી અભિનેતા અને અભિનેત્રીઓની જેમ ટીવી પરદાના કલાકારો પણ ફિટનેસ પ્રત્યે હમેંશા પ્રયાસરત રહેતાં હોય છે. સિરીયલોમાં કામ કરતાં કલાકારો માટે જો કે કરસત માટે સમય કાઢવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. આમછતાંટીવી પરદાના કલાકારો ફિટનેસ પ્રત્યે સજાગ રહી સમય કાઢી લે છે. કુમકુમ ભાગ્યની અભિનેત્રી રહેના પંડિત વ્યસ્ત સમયપત્રકમાંથી પણ કસરત માટે સમય કાઢી લે છે. રેહાના કહે છે હું હમેંશા સ્વસ્થ રહેવામાં માનુ છું. ફિટનેસ જાળવી રાખવા મેં વિવિધ પ્રકારની આહારશૈલી અને વર્કઆઉટ પ્રત્યે સજાગતા કેળવી રાખી છે. મારી ઇચ્છા લાંબા સમયથી માર્શલ આર્ટસ શીખવાની પણ હતી. હવે આ ઇચ્છા પુરી થઇ છે. મારા સતત વ્યસ્ત શેડયુલમાંથી ગમે તેમ કરીને સમય કાઢીનેહું માર્શલ આર્ટસ શીખવા પહોંચી ગઇ હતી. આ કળા માત્ર શારીરિક જ નહિ માનસિક આરોગ્યને પણ ફાયદો આપે છે.