ફિલ્મ જગત
News of Wednesday, 7th February 2018

મેગાસ્ટાર મામુટીના પુત્ર દલકરની બોલીવૂડમાં એન્ટ્રી

મલયાલમ ફિલ્મોનો સ્ટાર દલકર સલમાન આ વર્ષે હિન્દી ફિલ્મ કારવા થકી બોલીવૂડમાં એન્ટ્રી કરશે. બાહુબલી થકી પ્રભાસ બોલીવૂડમાં જાણીતો બની ગયો છે તેમ હવે દલકર સલમાન પણ અહિ કારકિર્દી શરૂ કરવા તૈયાર છે. દક્ષિણના મેગાસ્ટાર મમુટીનો પુત્ર દલકર સલમાન જે ફિલ્મ કરવાનો છે તે દક્ષિણ ભારતીય પહાડોમાં ફિલ્માવાયેલી રોડ ટ્રીપ પર આધારીત છે. કારવા નામની આ ફિલ્મનું નિર્દેશન આકર્ષ ખુરાના કરશે. આકર્શની નિર્દેશક તરીકે આ પહેલી ફિલ્મ છે. ઇરફાન ખાન, મિથીલા પાલકર પણ દમદાર રોલમાં જોવા મળશે. ફિલ્મની કહાની ત્રણ અજાણ્યા લોકો આસપાસ ઘુમે છે. જે ત્રણેય અજાણતા એક બીજાને મળી જાય છે. દલકર બેંગલુરૂના સોફટવેર એન્જિનીયર અવિનાશના રોલમાં જોવા મળશે. તેના પિતાનું દુર્ઘટનામાં મોત થાય છે, બાદમાં તેની યાત્રા શરૂ થાય છે તેની કહાની છે.  રોની સ્ક્રુવાલાની આ ફિલ્મ ૧ જુને રિલીઝ થશે.

(9:46 am IST)