News of Wednesday, 7th February 2018
છઠ્ઠી એપ્રિલે ઇરફાન ખાન કરશે 'બ્લેકમેલ'
ઇરફાન ખાન અલગ-અલગ પ્રકારના રોલ નિભાવવા માટે જાણીતો છે. કરીબ કરીબ સિંગલ ફિલ્મ પછી હવે તેની ફિલ્મ બ્લેકમેલ આવી રહી છે. ઇરફાન ખાનની આ ફિલ્મ ૩૦મી માર્ચના રોજ રિલીઝ થવાની હતી, પણ હવે તેમાં ફેરફાર થયો છે. અભિનવ દેવની ફિલ્મ બ્લેકમેઇલમાં ઇરફાન સાથે કિર્તી કુલ્હારી, અરૂણોદય સિંહ, દિવ્યા દત્તા, ઓમી વૈદ્ય સહિતની મુખ્ય ભૂમિકા છે. ટી-સિરીઝ અને આરડીપી મોશન પિકચર્સની આ ફિલ્મ હવે છઠ્ઠી એપ્રિલના રોજ રિલીઝ થશે. આ ફિલ્મની સાથે જ દેઓલ પરિવારની ફિલ્મ યમલા પગલા દિવાના-૩ પણ રિલીઝ થવાની છે. ઇરફાન બોલીવૂડનો સશકત અભિનેતા છે. જેણે દર વખતે કંઇક નવુ આપ્યું છે. ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલની ફિલ્મ સાથે ઇરફાનની ફિલ્મની ટક્કર થશે.
(9:45 am IST)