અભિનયથી જીત્યા છે ભૂમિએ સોૈના દિલ
એક સમયે પોતાના શરીરને કારણે મજાકનું કેન્દ્ર બની ગયેલી અભિનેત્રી ભૂમિ પેડનેકર આજે બોલીવૂડમાં સારી નામના ધરાવે છે. તેણે કારકિર્દીમાં અનેક ઉમદા ફિલ્મો કરી છે. જો કે તેના અભિનયના વખાણ થયા છે તો સાથે તેને શરીરને કારણે મજાકનો ભોગ પણ બનવું પડયું છે. તાજેતરમાં જ તેણે સોશિલય મિડીયા પર પોતાના ફોટા વાયરલ કર્યા હતાં. જેના પર લોકોએ નેગેટીવ કોમેન્ટનો વરસાદ વરસાવ્યો હતો. પરંતુ ઘણા ચાહકોએ તેની તસ્વીરોને પસંદ કરી પોઝિટિવ કોમેન્ટ્સ પણ આપી હતી. કેટલાકે તો ફોટા જોઇને કહ્યું હતું કે આટલા પ્રયાસો કરવા છતાં પેટ બહાર દેખાય છે. એક યુઝરે લખ્યું હતું કે પ્રયાસ સારો છે, પણ કિમ કર્દાશિયનની આજુબાજુ ય નથી. ભૂમિ તાજેતરમાં અક્ષય કુમાર સાથે રક્ષાબંધનમાં જોવા મળી હતી. તે હાલમાં ખુબ વ્યસ્ત અભિનેત્રી છે અને એક બે નહિ પણ પાંચ પાંચ ફિલ્મો તે કરી રહી છે. જેમાંથી મોટા ભાગનું શુટીંગ પણ ખતમ થઇ ગયું છે.