વધુ બે ફિલ્મોમાં વ્યસ્ત બની અનન્યા
વેબ સિરીઝમાં પણ કરશે એન્ટ્રી
અભિનેત્રી અનન્યા પાંડેએ ઘણી શાનદાર ફિલ્મો દ્વારા સાબિત કર્યુ છે કે તે લાંબા સમય સુધી બોલિવુડ પર રાજ કરવા આવી છે. માત્ર ત્રણ વર્ષની કારકિર્દીમાં તે હવે ટોચની અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. જો કે તેની છેલ્લે આવેલી લાઇગર સફળ ન થતાં ટ્રોલર્સનો ભોગ બની હતી. અનન્યા હવે ઓટીટી પર એન્ટ્રી કરી રહી છે. વેબ સિરીઝ ‘કોલ મી બે'માં તે પૈસાદાર પરિવારની દિકરી અને ફેશનિસ્ટાની ભૂમિકા ભજવશે જે ખૂબ જ રસપ્રદ અને અલગ હશે. આ વેબ સિરીઝ કોલિન ડી કુન્હા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તેઓ અગાઉ સંજૂ જેવી સુપરહિટ ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચુક્યા છે. અનન્યાની લાઇગર ફિલ્મ ખરાબ રીતે ધરાશાયી થઈ હતી.આ ફિલ્મમાં વિજય દેવરાકોંડાની મુખ્ય ભુમિકા પણ હતી. અનનન્યાની વધુ બે ફિલ્મો ડ્રીમ ગર્લ ૨ અને ખો ગયે હમ કહાં પણ આવી રહી છે.