વર્ષ 2022માં ખૂબ જ વ્યસ્ત છે એકતા કપૂર : નવા પ્રોજેક્ટ્સનો છે ઢગલો
મુંબઈ: એકતા કપૂર પાસે 2022 માં 27 થી વધુ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. કેટલાક પ્રોજેક્ટ્સ શૂટ થઈ ગયા છે અને રિલીઝ માટે તૈયાર છે જ્યારે કેટલાક વિકાસના તબક્કામાં છે.2022ના કન્ટેન્ટ કેલેન્ડર વિશે વાત કરતાં, એકતા કહે છે કે હું એ જાહેરાત કરતાં ખૂબ જ ઉત્સાહિત છું કે હું અને મારી ટીમ 2022માં 27 થી વધુ પ્રોજેક્ટ રિલીઝ કરવા માટે તૈયાર છીએ. અમારી પાસે વિવિધ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે તૈયાર કેટલીક અદ્ભુત સામગ્રી છે, પછી તે થિયેટર, વેબ, શો અથવા ટીવી ચેનલો હોય. અમારા પ્રોડક્શન હાઉસના પ્રયોગો પર ટિપ્પણી કરતાં, તેણે વધુમાં ઉમેર્યું, “બાલાજીમાં, અમે હંમેશા પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડવા માટે પ્રયોગ કરવામાં માનીએ છીએ અને અમારા આગામી પ્રોજેક્ટ્સ સાથે અમે પ્રયોગના સ્તરને એક ઉચ્ચ સ્તર પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે.