ફિલ્મ જગત
News of Saturday, 4th December 2021

ફિલ્મ રિવ્યુઃ બોબ બિસ્વાસ

આ ફિલ્મ વર્ષ ૨૦૧૨માં આવેલી ડિરેકટર સુજોય ઘોષની 'કહાની' ફિલ્મના એક પાત્ર પર આધારિત છે જે હત્યાઓ કરતો હોય છે

મુંબઇ, લાંબા સમયથી એકટર અભિષેક બચ્ચનની ફિલ્મ 'બોબ બિસ્વાસ' ચર્ચામાં હતી. આ થ્રિલર ફિલ્મ માટેના અભિષેક બચ્ચનના લૂકસ પર પણ દ્યણી ચર્ચાઓ ચાલી છે. હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ અને થિયેટર્સ એમ બંને જગ્યાએ રિલીઝ થઈ છે. 'બોબ બિસ્વાસ'માં અભિષેક બચ્ચનની સાથે-સાથે ચિત્રાંગદા સિંહ, પૂરબ કોહલી જેવા કલાકારો છે.

બોબ બિસ્વાસ (અભિષેક બચ્ચન) એકિસડેન્ટ બાદ ૮ વર્ષ સુધી કોમામાં રહ્યો હતો. હવે તે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયો છે. પણ, બાઙ્ખબ બિસ્વાસ હવે પોતાની યાદશકિત ગુમાવી ચૂકયો છે. બોબ બિસ્વાસ પોતાની નવી જિંદગી શરૂ કરે તે દરમિયાન ૨ પોલીસવાળા તેને જણાવે છે કે તે એક કિલર રહી ચૂકયો છે અને હવે તેણે પોતાના આ કામમાં પરત આવવું જોઈએ. પણ, હવે બોબ બિસ્વાસ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે કારણકે તે હત્યાઓ કરવા નથી માગતો. ફિલ્મમાં બોબ બિસ્વાસની ગઈકાલથી આજની વાર્તા દેખાડવામાં આવી

આ ફિલ્મ વર્ષ ૨૦૧૨માં આવેલી ડિરેકટર સુજોય ઘોષની 'કહાની' ફિલ્મના એક પાત્ર પર આધારિત છે જે હત્યાઓ કરતો હોય છે. 'કહાની' ફિલ્મમાં બોબ બિસ્વાસનું પાત્ર એકટર સાસ્વત ચેટરજીએ ભજવ્યું હતું. હવે ફિલ્મમાં બોબ બિસ્વાસની આગળની વાર્તા જોવા મળશે. આ વખતે ફિલ્મ 'બોબ બિસ્વાસ'નું ડિરેકશન સુજોય ઘોષની દીકરી દીયા અન્નપૂર્ણા ઘોષ કર્યુ છે. આ ફિલ્મનું શૂટિંગ કોલકાતામાં થયું છે અને ડિરેકશન પણ પ્રશંસનીય છે.

આ ફિલ્મ સંપૂર્ણપણે એકટર અભિષેક બચ્ચનની ફિલ્મ છે. જેમાં એકટ્રેસ ચિત્રાંગદા સિંહે બોબની પત્નિ મેરીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં બંગાળી પાત્રો બંગાળી એકટર્સે ભવ્યા છે. બોબ બિસ્વાસનું અઘરૂ પાત્ર એકટર અભિષેક બચ્ચને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. ભલે લોકો બોબ બિસ્વાસના પાત્રમાં આજે પણ એકટર સાસ્વત ચેટરજીને યાદ કરતા હોય પણ અભિષેક બચ્ચને આ પાત્રને ખૂબ જ સમજદારી સાથે ભજવ્યું છે. અહીં નોંધનીય છે કે એકટર અભિષેક બચ્ચન અગાઉ 'યુવા', 'ગુરૂ', 'રાવણ' જેવી ફિલ્મોમાં બેસ્ટ એકિટંગ પરફોર્મન્સ આપી ચૂકયો છે.

આ ફિલ્મ 'કહાની' જેવી મજબૂત નથી પણ ખૂબ રસપ્રદ છે. અભિષેક બચ્ચનની એકટિંગ માટે ફિલ્મ 'બોબ બિસ્વાસ' જોઇ શકાય.

(12:04 pm IST)