ફિલ્મ જગત
News of Thursday, 4th March 2021

આવતા મહિને આવશે ઇઝાબેલ કૈફની ફિલ્મ

અભિનેત્રી કેટરીના કૈફની બહેન ઇઝાબેલ કૈફ પણ બોલીવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. તેની ફિલ્મ સુસ્વાગતમ્ ખુશામદીદ રિલીઝ થવાની તૈયારીમાં છે. ઇઝાબેલ સાથે ફિલ્મમાં પુલકિત સમ્રાટ મુખ્ય ભુમિકા નિભાવી રહ્યો છે. ફિલ્મમાં સામાજીક સમરસતાનો મુદ્દો છે.ઇઝાબેલ ફિલ્મમાં નૂર નામનું પાત્ર ભજવી રહી છે. તે આગ્રાની છોકરી અને પુલકિત દિલ્હીના છોકરાના રોલમાં છે. ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ચુકયું છે. જેનું નિર્દેશન ધીરજ કુમારે કર્યુ છે. ઇઝાબેલ ફિલ્મો પહેલા જ સોશિયલ મિડીયાને કારણે અનેક ચાહકો ઉભા કરી ચુકી છે. પુલકિતે કહ્યું હતું કે ઇઝાબેન ખુબ જ મહેનતુ છે, તેની સાથે કામ કરવાનો આનંદ આવ્યો છે. પુલકિતની અન્ય ફિલ્મોમાં હાથી મેરે સાથી અને ફૂકરે-૩ સામેલ છે. ઇઝાબેલ આ ફિલ્મ પછી ડાન્સ ટુ ડાન્સમાં પણ જોવા મળશે. જેમાં સૂરજ પંચોલી તેની સાથે મુખ્ય રોલમાં છે. ફિલ્મ આવતા મહિને રિલીઝ થવાની છે.

(11:28 am IST)