ફિલ્મ જગત
News of Thursday, 4th March 2021

નવા અનિતા ભાભી તરીકે નેહાએ જમાવટ કરી દીધી

ટીવી શો ભાભીજી ઘર પર હૈ સોૈથી વધુ જોવાતા કોમેડી શો પૈકીનો એક છે. આ શોમાં અગાઉ અનિતા ભાભીનું પાત્ર ભજવતી સોૈમ્યા ટંડને શો છોડી દેતાં તેની જગ્યાએ નવા અનિતાભાભી તરીકે નેહા પેન્ડસેએ અન્ટ્રી કરી છે. શોમાં મનમોહન તિવારીનું પાત્ર ભજવી રહેલા રોહિતાશ્વ ગોૈરે કહ્યું હતું કે નવા સહકલાકારના રૂપમાં નેહા સાથે હું ખુશી અનુભવી રહ્યો છું. અનિતાભાભી ફરીથી શોમાં આવી જતાં એક નવો ઉત્સાહ દેખાયો છે. નેહા અનિતાભાભીની ભુમિકામાં બરાબર ફીટ બેસી જશે. તેનું વ્યકિતત્વ ખુબ સારુ છે. નેહા બુધ્ધીમાન અને અનુભવી અભિનેત્રી છે. સ્વાભાવિક રીતે સોૈમ્યાજી સાથે મારી કેમિસ્ટ્રી ખુબ સારી હતી, હું એમને હમેશા યાદ કરીશ. પહેલીવાર અંગુરી (શિલ્પા શિંદે)એ શો છોડ્યો ત્યારે બધાએ કહ્યું હતું કે તેની જગ્યા કોઇ લઇ શકે નહિ. પણ શુભાંગી અત્રેએ ખુબ જબરૂ કામ કર્યુ છે. નેહા ઓફ સ્ક્રીન, ઓન સ્ક્રીન બંને રીતે મજેદાર છે. તે ખુબ મજાક કરે છે.

(11:27 am IST)