ફિલ્મ જગત
News of Thursday, 4th January 2018

રિયાલીટી શોનો હોસ્ટ બન્યો અમન વર્મા

અમન વર્મા લાંબા સમયથી ટીવી પરદેથી દૂર હતો. હવે તે ફરીથી નવા શોમાં આવ્યો છે. દંગલ ચેનલ પર રિયાલીટી શો બહુરાની શરૂ થયો છે. જેમાં અમન વર્મા પણ છે. અમને આ શોના સંચાલનનું કામ સંભાળ્યું છે. મજેદાર બાબત એ છેકે આ ટ્રાવેલિંગ રિયાલીટી શો છે. જેમાં જુદી-જુદી ગૃહિણીઓના ઘરમાં એન્ટ્રી કરવામાં આવશે અને એ ગૃહિણી પાસેથી તેના અનુભવો જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. ગૃહિણીઓ માટે આ એક અનોખા રિયાલીટી શો બનીર હ્યો છે. ગૃહિણીઓ સાથે આ શોમાં તેના પરિવારજનો, સગા-સંબંધીઓ અને પડોશીઓને પણ સામેલ કરવામાં આવે છે. અમને કહ્યું હતું કે મેં અત્યાર સુધી હોસ્ટ કરેલા શોમાંથી આ શો અલગ જ છે.  શો શુક્ર અને શનિવારે સાંજે સાડા છ કલાકે દર્શાવાય છે.

 

(8:54 am IST)