ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

2017માં સૌથી વધુ બિકીની ફોટો વાઇરલ થયા એમી જેક્સનના

મુંબઈ:એમી જેક્શન બોલીવૂડની એવી હિરોઈનો માંથી જે જેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. એ બાદ તે બોલીવૂડની ફિલ્મો પહેલા દક્ષિણની ફિલ્મોમાં જોવા મળી હતી. એમી જેમ વેસ્ટન કપડામાં સુંદર લાગે છે તેટલી જ તે સાડીમાં પણ સુંદર લાગે છે. એમી બોલીવૂડ ફિલ્મોમાં હિટ કેરિયર હજી બનાવી નથી શકી, પરંતુ તેના હોટ ફોટોઝના કારણે આ વર્ષમાં તે સતત ચર્ચામાં રહી છે. હવે તેની આવનારી ફિલ્મ 2.0માં તે કેવો કમાલ દેખાડે છે તે તો આવનારો સમય જ બતાવશે. તેના બિકિની ફોટોઝ આ વર્ષ સૌથી વધુ વાયરલ થયા જોવા મળ્યા હતા.

એમી જેક્શન સતત સોશ્યલ મીડિયામાં એક્ટીવ રહેતી હિરોઈનોમાંથી એક છે. તે અવાર નવાર પોતાના લેટેસ્ટ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરતી હોય છે. આ કારણે તેને અનેક વખત ટ્રોલનો શિકાર પણ થવું પડ્યુ છે. પરંતુ આ તમામ વાતો છતાં પણ તેના ફેન્સની ફોલોઅરની સંખ્યમાં સતત વધારો થતો જોવા મળે છે. 

(5:23 pm IST)