ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

'જીજાજી છત પર હૈ'માં પણ જોવા મળશે'ભાબીજી'ના ત્રણ કલાકારો

ટીવી પરદે એક એકથી ચઢીયાતા શો આવતાં રહે છે. જેમાં કોમેડી, સાસુ-વહૂની કહાની તથા અન્ય જોનર પણ સામેલ હોય છે. ભાબીજી ઘર પર હૈ નામના કોમેડી શોએ ધૂમ મચાવ્યા પછી હવે 'જીજાજી છત પર હૈ' નામનો શો ગુરૂવારથી સબ ટીવી પર શરૂ થઇ રહ્યો છે. આ શોમાં પણ ભાબીજી ઘર પર હૈ શોના અનેક કલાકારો કામ કરી રહ્યા છે. હીબા નવાબ, નિખીલ ખુરાના મુખ્ય રોલમાં છે. જ્યારે યોગેશ ત્રિપાઠી, અનુપ ઉપાધ્યાય, સોમા રાઠોડ પણ મહત્વના રોલમાં છે. ભાબીજીમાં દરોગા હપ્પુસિંહનો રોલ નિભાવતો યોગેશ, લંડનવાળા ચાચાજી બનતો અનુપ અને અમ્માજીનો રોલ નિભાવતી સોમા આ શોનો ભાગ બનીને ખુબ જ ખુશ છે. તે કહે છે આ શો લોકોને ખુબ પસંદ પડશે.

(9:20 am IST)