ફિલ્મ જગત
News of Tuesday, 2nd January 2018

રામાયણની 'સીતા' દીપિકા ચીખલીયા કરશે કમબેક

મુંબઈ: લોકપ્રીય ટીવી સીરિયલમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયા કમબેક કરવા જય રહી છે. રામાનંદ સાગરની પ્રખ્યાત ટીવી સિરિયલ 'રામાયણ'માં દીપિકાએ  સીતાની ભૂમિકા કરીને દર્શકોનું દિલ જીતી લીધું હતુ. ત્યાર પછી દીપિકાએ 'ઘર કે ચિરાગ' અને 'રુપયે દસ કરોડ'જેવી ફિલ્મોમાં પણ કામ કર્યા પછી દીપિકા પરદા પરથી ગાયબ જ થઇ ગઈ હતી. હવે ફરી એક વાર સિલ્વર સ્કિન પર કમબેક કરવા જઈ રહી છે. ફિલ્મ 'ગાલિબ'માં તે આંતકી અફઝલ ગુરુની પત્ની તબસ્સુમની ભૂમિકામાં નજરે પડશે આ ફિલ્મ પુત્ર ગાલિબ પર આધારિત છે.

(5:43 pm IST)